Indian Railways News => Topic started by nikhilndls on Aug 20, 2012 - 08:00:12 AM


Title - સ્લીપર ક્લાસમાં મુસાફરી વખતે ઓળખપત્ર બનશે ફરજિયાત
Posted by : nikhilndls on Aug 20, 2012 - 08:00:12 AM

ટૂંક સમયમાં જ જાહેરાત કરાશે: અગાઉ એસી કલાસ માટે આ નિયમ અમલમાં મૂકાયેલો : ટિકિટોનું કાળાબજાર અટકાવવા માટે આ પગલાં ભરાશે

નોન-એસી સ્લીપર કલાસમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો માટે ફોટો સાથેનું ઓળખપત્ર(ફોટો આઇડી પ્રૂફ)ફરજિયાત કરવાનો નિર્ણય રેલવેએ કર્યો છે. દલાલો દ્વારા થતાં ટિકિટોના કાળાબજારના વ્યાપક દૂષણને ડામવાના પ્રયાસના ભાગરૂપે આ નિયમ ટૂંકસમયમાં અમલમાં આવે તેવી શક્યતા છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નોન-એસી રઝિવ્ર્ડ કલાસના ટ્રેન મુસાફરો માટે કાયદેસરનું આઇ-કાર્ડ સાથે લઇ જવાનો નિર્ણય નક્કી થઇ ગયો છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થવાની શક્યતા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રાન્સફર થયેલી ટિકિટો પર પ્રવાસ કરી રહેલા મુસાફરોને રોકવા માટેના સખત પગલાંનાં ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી છે. અગાઉ, ફેબ્રુઆરી માસમાં રેલવેએ એસી કલાસના મુસાફરોએ ઓળખ પ્રૂફ સાથે રાખવાનો નિયમ ફરજિયાત બનાવ્યો હતો. એટલું જ નહિ પણ તત્કાલ રિઝર્વેશન અને ઇ-ટિકિટ પર મુસાફરી કરનારા મુસાફરોએ પણ પ્રવાસ દરમિયાન આઇકાર્ડ સાથે રાખવું પડશે.

તે સમયે નોન-એસી કલાસના પ્રવાસીઓને ફોટો આઇકાર્ડના નિયમમાંથી બહાર રાખ્યા હતા. હવે આ નીતિને વિસ્તૃત કરવામાં આવી છે અને  કોઇપણ રિઝર્વ કલાસમાં પ્રવાસ કરનારા દરેક મુસાફરોએ કાયદેસરનું ઓળખકાર્ડ સાથે રાખવું પડશે. આ નિર્ણયની એકવાર જાહેરાત થઇ ગયા બાદ,સ્લીપર કલાસમાં અસર ઓળખકાર્ડ પ્રૂફ રજુ કરવામાં નિષ્ફળ જનારા મુસાફરોને ‘ટિકિટ વગર’ના મુસાફર ગણવામાં આવશે અને તેમની પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્લીપર કલાસના મુસાફરો માટે ફોટ આઇકાર્ડ દાખલ કરવાના નિર્ણયથી  ખોટા નામે ટિકિટો બુક કરાવીને દલાલો દ્વારા તેનો કાળાબજાર કરીને અન્ય કોઇને વેચે મારવાની પ્રવૃત્તિ પર રોક લાગશે.

- આઇડી પ્રૂફ માટે દસ્તાવેજો

૧. વોટર આઇડી કાર્ડ  ૨. પાસપોર્ટ  ૩. પાન કાર્ડ  ૪. ડ્રાઇવિંગ લાઈસન્સ  ૫. ફોટો ઓળખ કાર્ડ  ૬. શાળા-કોલેજનું સ્ટુડન્ટ આઇડી કાર્ડ  ૭. આધાર કાર્ડ ૮. રાષ્ટ્રીયકૃત બેન્કની પાસબુક  ૯.ક્રેડિટ કાર્ડ