Indian Railways News => Topic started by eabhi200k on Jun 29, 2013 - 15:00:52 PM


Title - મરોલી રેલવે સ્ટેશને ફુટબ્રિજમાં ભંગાણ
Posted by : eabhi200k on Jun 29, 2013 - 15:00:52 PM

મરોલીના પ્લેટફોર્મ ઉપર વર્ષો અગાઉ ઓવરહેડ ફૂટબ્રિજ બનાવાયો હતો. આ ફૂટબ્રિજની હાલત જર્જરિત થયેલી છે. જેને મરામત કરવા કે નવો બનાવવા માટે વેસ્ટર્ન રેલવેએ ઓરમાયું વર્તન દાખવેલ છે. ટ્રેનોના જવા આવવાના સમયે પેસેન્જરો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે અને સવારે ૮.૦૦ વાગ્યાના સમયથી ૯.૦૦ વાગ્યા દરમિયાન લોકલ પેસેન્જર, શટલ અને મેમુ ટ્રેન આવવાના સમયે ત્રણે પ્લેટફોર્મ ઉપર પેસેન્જરોનું પ્રમાણ વધુ રહે છે.