| Indian Railways News => | Topic started by puneetmafia on Jun 22, 2013 - 03:33:02 AM |
Title - ટ્રેનોમાં પ્રવાસીઓની મારઝૂડ કરીને લૂંટ ચલાવનારી ત્રિપુટી ઝડપાઈPosted by : puneetmafia on Jun 22, 2013 - 03:33:02 AM |
|
|
મુંબઈ બાજુ આવતી મેઈલ- એક્સપ્રેસ ટ્રેનોમાં શસ્ત્રો ધાકે પ્રવાસીઓની મારઝૂડ કરીને લૂંટફાટ ચલાવનારી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. આરોપીઓને દીપક વિજય સાવળે (૨૪), તેનો ભાઈ રવીંદ્ર વિજય સાવળે (૨૩) અને દેવીદાસ નાના સોનાવણે ઉર્ફે પિંટયા (૩૦)નો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ મનમાડના રહેવાસી છે. ત્રણેય રેકોર્ડ પરના ગુનેગાર છે અને અનેક ટ્રેનોમાં તેમણે પ્રવાસીઓની મારઝૂડ કરીને લૂંટફાટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી નકલી પિસ્તોલ, ચાકુ, રોકડ રકમ અને અન્ય સાહિત્ય જપ્ત કરાયું છે. આરોપીઓએ નાશિક રોડ, ભૂસાવળ, ચાળીસગાવ અને મનમાડ ખાતે પણ લૂંટફાટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે, એમ રેલવે પોલીસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હરશ્વિંદ્ર રાઠોડે જણાવ્યું હતું. આ ત્રણેય આરોપીઓને રેલવે કોર્ટમાં હાજર કરાતાં પાંચ દિવસના રિમાંડ પર રાખવાનો આદેશ આપવામં આવ્યો છે. મુંબઈ બાજુ આવતી હાવડા મેઈલમાં ૭ જુનના રોજ પ્રવાસીઓની મારઝૂડ કરીને આરોપીઓએ લૂંટ ચલાવી હતી. આ પછી ૧૩ જુનના રોજ કુશીનગર, જ્યારે ૧૫ જુનના રોજ કર્મભૂમિ એક્સપ્રેસમાં પણ આ રીતે જ પ્રવાસીઓની મારઝૂડ કરીને લૂંટ ચલાવી હતી. કુશીનગર એક્સપ્રેસમાં લૂંટ પછી એક પ્રવાસીએ કરેલા પ્રતિકારને લીધે ટ્રેનની સાંકળ ખેંચીને આરોપીઓ લાસલગાવમાં ટ્રેન થોભતાં જ ભાગી ગયા હતા. જોકે પિસ્તોલ અને ચાકુ ત્યાં જ છોડી ગયા હતા. આ પછી આરોપીઓ માલેગાવમાં છુપાયા છે એવી માહિતી મળતાં પગેરું દબાવતાં આખરે ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. |