Indian Railways News => Topic started by eabhi200k on Aug 17, 2012 - 06:00:26 AM


Title - અફવાની અસર ઃ પૂર્વોત્તરનાં 6000 લોકોએ બેંગ્લોરથી પલાયન કર્યુ
Posted by : eabhi200k on Aug 17, 2012 - 06:00:26 AM

બેંગ્લોર, તા.16 ઓગસ્ટ, 2012

બેંગ્લોરમાં એક અફવાએ એવી અસર ફેલાવી કે પૂર્વોત્તરનાં 6000 લોકો બેંગ્લોર છોડીને પલાયન કરી દીધું.

આ અંગે મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે એક મહત્વની બેઠક બોલાવી અને આ સ્થિતિ ત્યાં સુધી બગડી કે પ્રધાનમંત્રીએ પણ કર્ણાટકનાં મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને સ્થિતિની જાણકારી મેળવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર એસએમએસ દ્વારા એવો સંદેશો ફેલાયો હતો કે પૂર્વોત્તરનાં લોકો ઉપર હુમલાની શક્યતા છે. આ એસએમએસની અફવાને કારણે પૂર્વોત્તરનાં લોકોએ બેંગ્લોર શહેર છોડી દીધું હતું.

સ્થિતિ એવી થઇ હતી કે સરકારે બેંગ્લોરથી ગુવાહાટી સુધીની ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવી પડી હતી.